આજથી શરૂ થાય છે, પૂરી માં ભગવાન જગન્નાથની રથ યાત્રા, જાણો તેના મહત્વ વિશે

                     દર વર્ષેની જેમ આ વર્ષ પણ ઓડીસામાં પુરીમાં ભગવાન જગન્નાથ ની રથયાત્રા આજ નીકળી રહી છે. 4 જુલાઈ એ ધૂમધામ થી ભગવાન જગન્નાથની રથ યાત્રા નીકળશે. તેના માટે તીર્થ નગરી પુરીમાં સુરક્ષાની ત્યારી કરાય ગાય છે. આજ ભગવાન જગન્નાથ ને રીતિ રિવાજ ની સાથે પુરીમાં રથ પર સવાર કરવામાં આવશે. રથયાત્રા ને લઈને ભારતના  રાષ્ટ્રપતિ રામનાથ કોવિન્દ અને પ્રધાનમંત્રિ નરેંદ્ર મોદી એ લોકોને શુભકામનાઓ આપી છે. અમદાવાદ માં દેશના ગૃહ મંત્રી અમિત શાહ એ ભગવાન ની પુજા અર્ચના કરી છે.

                     તમને જણાવીએ કે ભગવાન જગન્નાથજી ની મુખ્ય લીલા ભૂમિ ઉડ઼ીસા ની પુરી નગરી છે. જેને પુરષોતમ પુરી પણ કહેવામાં આવે છે. રાધા શ્રીકૃષ્ણ ની યુગલ મૂર્તિ નું પ્રતીક પોતે શ્રી જગન્નાથજી છે. અને શ્રીકૃષ્ણ પણ તેમનો જ એક અંશ છે. ઓડીસામાં ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્ર ના સ્વરૂપ ની અર્ધનિર્મિત મૂર્તિઓ સ્થાપિત છે, જેનું નિર્માણ રાજા ઇન્દ્રધુમ્ન ને કરાવ્યુ હતું.


                     ભગવાન જગન્નાથજી ની રથયાત્રા અષાઢી બીજે જગન્નાથપુરી માં આરંભ થાય છે. અને દસ તિથિ એ સમાપ્ત થાય છે. રથયાત્રા માં  સૌથી આગળ તાલ ધ્વજ પર શ્રી બલરામ, તેની પાછળ ના પધ્મ ધ્વજ પર માતા સુભદ્રા અને સુદર્શન ચક્ર અને છેલ્લે ગરુડ ધ્વજ પર શ્રી જગન્નાથજી સૌથી પાછળ ચાલે છે. પુરીમાં ભગવાન જગન્નાથ નો રથ સાંજે 4 વાગીયે ખેંચીને કાઢવામાં આવશે. તેના પેહલા ગુરુવાર ની સવારે થી પૂજા -અર્ચના શરૂ થાય જાય છે. પુરીમાં ભગવાન જગન્નાથ, બલરામ અને સુભદ્રા ના ત્રણ અલગ-અલગ રથ ત્યાર કરવામાં આવે છે. ત્રણે ભગવાનના રથ ખેંચવા માટે બધાય દેશમાંઠ્ઠી શ્રદ્ધાળુઓ પુરીમાં આવે છે.

ભગવાન જગન્નાથ દૂર કરે છે બધા કષ્ટ 

                    અષાઢી બીજ એ જગન્નાથપુરીમાં નીકળવાવાળી રથયાત્રા નું ખુબજ મહત્વ છે. ભગવાન જગન્નાથ અષાઢી બીજ થી દશમી સુધી રથયાત્રામાં રહેલા શ્રદ્ધાળુ સાથે રહે છે. તે સમયે તેમની પૂજા અને પ્રાર્થના કરવી વિશેષ  ફળદાય હોય છે. આ વખતે ભગવાન જગન્નાથ ની રથયાત્રા 4 જુલાઈથી શરૂ થશે. આ સમયે ભગવાન જગન્નાથ ની રથયાત્રામાં ભાગ લ્યો અને સાથે ભગવાન જગન્નાથ ની ઉપાસના કરો. જો તમે મુખ્ય રથયાત્રા માં ભાગ ના લઈ શકો તો કોઈ પણ રથયાત્રામાં ભાગ લઈ શકો છો. જો તે પણ ના સંભવ હોય તો ઘરે બેઠા ભગવાન જગન્નાથ ની ઉપાસના કરી શકો છો. એવું કરવાથી  મનની ઈચ્છા ઓ પુરી થાય છે.  અને ભગવાન જગન્નાથ તેના ભક્તો પાસે જઈ ને તેનામાં બધા કષ્ટ દૂર કરે છે.

                   અમારો આ Gujarati Article વાંચવા બદલ આપનો ખુબ ખુબ આભાર
                   આવાજ રસપ્રદ આર્ટિકલ વાંચવા અહીં ક્લીક કરો<< ગુજરાતી માહિતી >>
આજથી શરૂ થાય છે, પૂરી માં ભગવાન જગન્નાથની રથ યાત્રા, જાણો તેના મહત્વ વિશે આજથી શરૂ થાય છે, પૂરી માં ભગવાન જગન્નાથની રથ યાત્રા, જાણો તેના મહત્વ વિશે Reviewed by ગુજરાતી માહિતી on July 03, 2019 Rating: 5

No comments:

Powered by Blogger.