સરથાણા-સુરત આગનો મામલો: SMCના આ મોટા અધિકારીને કરાયા સસ્પેન્ડ, જાણૉ

                  સુરતઃ સરથાણા પાસે આવેલા કોમ્પ્લેક્સ તક્ષશિલા આર્કેડમાં ગઈકાલે બપોરે ગ્રાઉન્ડ ફ્લોર પર દાદરના ભાગે ઇલેકટ્રીક શોટ સર્કિટથી આગ લાગી હતી. જેમાં અત્યાર સુધી વિદ્યાર્થીઓ સહિત 22 વ્યક્તિનાઓ મોત નીપજ્યા છે. ગુજરાત સહીત દેશભરમાં આ ઘટનાને પગલે તંત્ર વિરુદ્ધ કાર્યવાહી કરવા માંગ ઉઠી રહી હતી ત્યારે હવે આ સુરત મહાનગર પાલિકા દ્વારા ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર એસ.કે.આચાર્યને અને ફાયર ઓફિસર કિર્તિ મોઢને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

                 જે રીતે વિડીયો વાઇરલ થઇ રહ્યા છે તે જોતા આગની ઘટના બાદ પરિસ્થિતિને કાબુમાં લેવા માટે પાલિકા પાસે પૂરતી સુવિધાન ન હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.જેના કારણે 21 જેટલા માસૂમોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. ઘટના સ્થળ પર હાજર લોકોનું કહેવું છે કે ફાયરની ગાડીઓ મોડી આવી હતી. જ્યારે તેઓ આવી તો તેમની પાસે ત્રીજા માળે પહોંચી શકે તેવી સીડી પણ નહોતી અને બંબામાં પાણી પણ ખૂટી ગયું હતું. બાળકો કૂદવા લાગ્યા તો તેમને ઝીલવા માટે ફાયર વિભાગ પાસે નેટ પણ ન હતી.

                 ઘટનાની તપાસ માટે સરકાર દ્વારા તપાસ સમિતિની રચાન કરવામાં આવી છે. ગઈકાલે મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ સુરત દોડી ગયા હતા.  એફએસએલની ટી પહોંચી ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી. તંત્રએ આ આગ્નિકાંડ પહેલા પોતાનું કામ યોગ્ય રીતે કર્યુ હોત તો કાશ 23 ભૂલકાઓનું જીવન બચાવી શકાયુ હોત પરંતુ આ ઘટનાથી એટલું સમજી શકાય છે કે તંત્ર અને સાથે જ સરકારી અધિકારીઓ પોતાનું કામ નિષ્ઠાથી કરતા નથી અને લોકોને જીવ  ગુમાવવો પડે છે.

                   અમારો આ Gujarati Article વાંચવા બદલ આપનો ખુબ ખુબ આભાર
                   આવાજ રસપ્રદ આર્ટિકલ વાંચવા અહીં ક્લીક કરો<< ગુજરાતી માહિતી >>
સરથાણા-સુરત આગનો મામલો: SMCના આ મોટા અધિકારીને કરાયા સસ્પેન્ડ, જાણૉ સરથાણા-સુરત આગનો મામલો: SMCના આ મોટા અધિકારીને કરાયા સસ્પેન્ડ, જાણૉ Reviewed by ગુજરાતી માહિતી on May 26, 2019 Rating: 5

No comments:

Powered by Blogger.