ભારતમાં ઘૂસેલા પાકિસ્તાનના F16ને સુખોઇએ હવામાં જ તોડી પાડ્યું, તસવીર આવી સામે


                 ભારતીય સરહદમાં ઘૂસેલા પાકિસ્તાનના F16 વિમાનને ભારતે તોડી પાડ્યું છે. આ વિમાન નૌશેરામાંથી ત્રણ કિલોમીટર દૂર પાકિસ્તાનની તરફથી લામ ઘાટીમાં તોડી પાડ્યું. કહેવાય છે કે ભારતીય વાયુસેનાના સુખોઇ 30MKi વિમાને F16નો પીછો કરીને તેને તોડી પાડ્યું. પાકિસ્તાની જેટનું પાયલટ વિમાન ક્રેશ થયા બાદ પેરાશૂટથી કૂદતા દેખાઇ રહ્યા છે. પાકિસ્તાની વિમાનની ઘૂસણખોરી કરતાં વિમાનનો વીડિયો પણ સામે આવ્યો છે.

               આપને જણાવી દઇએ કે પાકિસ્તાનના બાલાકોટ પર કાર્યવાહી બાદ ભારતના F16 વિમાને ભારતીય સરહદમાં ઘૂસણખોરી કરી હતી. ભારતમાં ઘૂસણખોરી કરતાં એક F16 વિમાનનો એક વીડિયો પણ સામે આવ્યો છે. આ વીડિયોમાં F16 વિમાન ભારતીય સરહદમાં ઉડાન ભરતા દેખાઈ રહ્યા છે.


યાત્રી વિમાનોની ઉડાન કરાઇ રદ્દ… 

               ભારત અને પાકિસ્તાનની વચ્ચે તણાવ બાદ જમ્મુ, શ્રીનગર, લેહ, અમૃતસર, દેહરાદૂર અને ધર્મશાળામાં યાત્રી વિમાનોની ઉડાનો કેન્સલ કરી દેવાઇ છે. આગળના આદેશ સુધી વિમાનને ઉડાનથી રોકી દેવામાં આવ્યા છે. આ સિવાય ભારતમાંથી પસાર થનાર તમામ ઇન્ટરનેશનલ ઉડાનોને રોકી દેવામાં આવી છે અને કેટલાંય વિમાનોના રૂટ બદલી દેવાયા છે.

               ભારતે હુમલા બાદ પાકિસ્તાનને પણ પોતાના એરોસ્પેસમાંથી પસાર થનાર તમામ ઉડાનોને રદ્દ કરી દેવાઇ છે. કેટલાંય વિમાનોના રૂટ પણ ડાયવર્ટ કર્યા છે.

               સૂત્રોના મતે પાક ગુપ્તચર એજન્સી આઇએસઆઇ એ આતંકીઓને કરો યા મરો નો હુકમ કર્યો છે. ભારતીય વાયુસેનાના બોમ્બબારા બાદ આતંકી ઉકળી ગયા છે.

                   અમારો આ Gujarati Article વાંચવા બદલ આપનો ખુબ ખુબ આભાર
                   આવાજ રસપ્રદ આર્ટિકલ વાંચવા અહીં ક્લીક કરો<< ગુજરાતી માહિતી >>
ભારતમાં ઘૂસેલા પાકિસ્તાનના F16ને સુખોઇએ હવામાં જ તોડી પાડ્યું, તસવીર આવી સામે ભારતમાં ઘૂસેલા પાકિસ્તાનના F16ને સુખોઇએ હવામાં જ તોડી પાડ્યું, તસવીર આવી સામે Reviewed by ગુજરાતી માહિતી on February 27, 2019 Rating: 5

No comments:

Powered by Blogger.