ભારતે પાકિસ્તાનનું F-16 ફાઇટર જેટ ફૂંકી માર્યું, સરહદ પર હાઇએલર્ટ, એરપોર્ટ કરાયા બંધ


                પુલવામા હુમલા પર ભારતની જવાબી એર સ્ટ્રાઇક કાર્યવાહી બાદથી પાકિસ્તાન ધમપછાડા કરી રહ્યું છે. બંને દેશોની સરહદ પર હાલાત ગંભીર જણાય છે. આજે સવારે પાકિસ્તાનનું F-16 વિમાન નૌશેરા સેકટરમાં ઘૂસ્યું. જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લાના નૌશેરા સેકટરમાં દાખલ F-16ને ભારતે તોડી પાડ્યું છે. 
              
                ત્રણ કિલોમીટર અંદર સુધી આવતા ભારતે જવાબી કાર્યવાહી કરીને આ F-16 પાકિસ્તાની ક્ષેત્ર લામ વેલીમાં તોડી પાડ્યું. અત્યાર સુધી મળતી માહિતી પ્રમાણે વિમાનથી પેરાશૂટનો ઉપયોગ થતો દેખાયો છે. પરંતુ પાયલટની સ્થિતિને લઇ સ્પષ્ટતા સામે આવી નથી.


               પહેલાં બે લડાકુ વિમાન ભારતીય સરહદ ક્ષેત્રમાં પ્રવેશ્યા અને તેમને ભગાડ્યાના સમાચાર હતા. હવે માહિતી મળી રહી છે કે ભારતની જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાનનું F-16 તોડી પાડ્યું છે. તેમાં સવાર પાયલની સ્થિતિ અંગે હજુ સુધી કોઇ માહિતી સામે આવી નથી.

                પુલવામા હુમલા બાદ થયેલી ભારતની જવાબી કાર્યવાહીથી પાકિસ્તાનમાં અત્યારે ખૂબ જ તણાવનો માહોલ છે. પાકિસ્તાન વિદેશ મંત્રી અને અન્ય સાંસદો એ મંગળવારના રોજ બદલાનીવાત કહી હતી.

                    અમારો આ Gujarati Article વાંચવા બદલ આપનો ખુબ ખુબ આભાર
                    આવાજ રસપ્રદ આર્ટિકલ વાંચવા અહીં ક્લીક કરો<< ગુજરાતી માહિતી >>
ભારતે પાકિસ્તાનનું F-16 ફાઇટર જેટ ફૂંકી માર્યું, સરહદ પર હાઇએલર્ટ, એરપોર્ટ કરાયા બંધ ભારતે પાકિસ્તાનનું F-16 ફાઇટર જેટ ફૂંકી માર્યું, સરહદ પર હાઇએલર્ટ, એરપોર્ટ કરાયા બંધ Reviewed by ગુજરાતી માહિતી on February 27, 2019 Rating: 5

No comments:

Powered by Blogger.