ફક્ત આ ત્રણ ઉપાય કરવાથી તમને ખીલના લીધે પડેલા ખાડા થશે દૂર.
ખીલના કારણે ચહેરા પર ખાડા થઇ જાય છે. આ ખાડા હમેશા માટે થઇ જાય છે અને ચહેરાને ખરાબ કરી દે છે. એવામાં જરૂરી થઇ જાય છે કે આ ખાડાથી છૂટકારો મેળવવામાં આપણે ઘણા ઉપાય કરતા રહીએ છીએ. તે સિવાય ખાડાને છુપાવવા માટે આપણે મેકઅપનો પણ સહારો લઇએ છીએ. જે ત્વચા માટે ખૂબ ખતરનાક હોય શકે છે. જેથી આજે અમે તમને કેટલાક દેશી ઉપાય જણાવવા જઇ રહ્યા છીએ. જેની મદદથી તમે આ સમસ્યાથી છૂટકારો મેળવી શકો છો. તો આવો જોઇએ કેટલાક સહેલા ઉપાય..
હળદરનો ઉપયોગ
હળદરમાં રહેલા પોષક તત્વો અને એન્ટી બેક્ટેરિયલ ગુણ હોવાથી તે આપણા શરીર અને ત્વચા માટે ખૂબ ફાયદાકારક હોય છે અને તેનું સેવન કરવાથી ખૂબ લાભ થાય છે. જો તમારા ચહેરામાં ખાડા અને ડાઘ-ધબ્બા હોય તો તમે હળદરને સરસિયાના તેલમાં ગરમ કરો અને તે બાદ આ લેપને ચહેરા પર લગાવો. જેનાથી ખૂબ ફાયદો થાય છે.
બેકિંગ સોડા
બેકિંગ સોડા ત્વચાના રોમ છિદ્રને ખોલે છે અઠવાડિયામાં એક કે બે વખત એક ચમચી બેકિંગ સોડામાં પાણી મિક્સ કરીને લગાવો અને તેને 5-10 મિનિટ સુધી સૂકાવવા દો. તે બાદ તેને ધોઇ લો. સતત આ રીતે ઉપાય કરવાથી ત્વચાની સમસ્યાથી તમને છૂટકારો મળી શકે છે.

લીંબુના પાન
ચહેરાના ખાડા ભરવા માટે લીંબુના ઝાડના પાનને પીસીને તેમા સરખા પ્રમાણમાં હળદરની પેસ્ટ મિક્સ કરી લો અને આ પેસ્ટને તમારા ચહેરા પર મસાજ કરો. જો લીંબુના પાન ન મળે તો તમે લીંબુના રસનો પણ ઉપયોગ કરી શકો છો. આ નુસખાથી તમે બે અઠવાડિયામાં ચહેરા પરના ખાડાની સમસ્યાથી રાહત મેળવી શકો છો.
અમારો આ Gujarati Article વાંચવા બદલ આપનો ખુબ ખુબ આભાર
અમારો આ Gujarati Article વાંચવા બદલ આપનો ખુબ ખુબ આભાર
આવાજ રસપ્રદ આર્ટિકલ વાંચવા અહીં ક્લીક કરો<< ગુજરાતી માહિતી >>
ફક્ત આ ત્રણ ઉપાય કરવાથી તમને ખીલના લીધે પડેલા ખાડા થશે દૂર.
Reviewed by ગુજરાતી માહિતી
on
February 20, 2019
Rating:
Reviewed by ગુજરાતી માહિતી
on
February 20, 2019
Rating:

No comments: