હીમોગ્લોબીન વધારવું છે તો દવા નહિ કરો આ વસ્તુનું સેવન

         

                        એક સ્વસ્થ શરીર માટે તેમા યોગ્ય પ્રમાણમાં હીમોગ્લોબિન હોવું જરૂરી છે. એક પુખ્ત વ્યક્તિના શરીરમાં 14-18 મિલીગ્રામ અને પુખ્ત મહિલાના શરીરમાં 12-16 મિલીગ્રામ હીમોગ્લોબીન હોય, ત્યારે પણ કહી શકાય છે કે તેમના શરીરમાં હીમોગ્લોબીનનું સ્તર યોગ્ય છે. શરીરમાં હીમોગ્લોબીનનું સ્તર ઓછું હોવા પર અનેક સ્વાસ્થ્યને લગતી સમસ્યા થાય છે. જેમ કે, થાક, કમજોરી, શ્વાસ ચઢવો. એવામાં ખૂબ જરૂરી છે કે તમારા આહારમાં એવી વસ્તુઓ સામેલ કરો જે શરીરમાં હીમોગ્લોબીનના સ્તરને વધારવામાં મદદ કરે. તો આવો જોઇએ કેટલીક એવી ખાવા પીવાની વસ્તુઓ જેનાથી તમે હીમોગ્લોબીન સ્તરને વધારવામાં મદદ કરે છે.


લીલા શાકભાજી ખાઓ 

          લીલા શાકભાજી સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક હોય છે. જેમા મેથી, પાલક સહિતના શાકભાજીમાં આયરન હોય છે. જે લોહીમાં હીમોગ્લોબિનને વધારવામાં મદદરૂપ સાબિત થાય છે.

બીટનો જ્યૂસ

           બીટને સલાડ તરીકે ખાઓ નહીંતર તેનો રસ પી શકો છો. તે પણ શરીરમાં હીમોગ્લોબીનને વધારવામાં મદદ કરે છે. તે સિવાય રોજ વ્યાયામ કરવાથી પણ શરીરમાં લાલ રક્ત કોશિકાઓ વધે છે.

ફોલિક એસિડ

           ફોલિક એસિડ એક પ્રકારનું વિટામીન છે. તે શરીરમાં લાલ રક્ત કોશિકાઓને બનાવવામાં મદદ કરે છે. લીલા શાકભાજી, ભાત, અંકુરિત અનાજ, ઘઉંના બીજ, મગફળી કેળામાં સહિતમાં હોય છે.

વિટામીન સી યુક્ત ફળ

             શરીર માં હીમોગ્લોબિન વધારવા માટે આયરન યુક્ત વસ્તુઓ ખાવી ખૂબ જરૂરી છે. પરંતુ તે સિવાય કેટલીક વખત અન્ય કારણોસર પણ શીરીરમાં રહેલા આયરનનું અવશોષણ થઇ શકતું નથી. જેથી વિટામીન સીથી ભરપૂર વસ્તુઓ ખાઓ. કારણકે તેની હાજરીમાં શરીરમાં રહેલા આયરનનું અવશોષણ કરવામાં મદદ મળે છે.



                   અમારો આ Gujarati Article વાંચવા બદલ આપનો ખુબ ખુબ આભાર
                   આવાજ રસપ્રદ આર્ટિકલ વાંચવા અહીં ક્લીક કરો<< ગુજરાતી માહિતી >>
હીમોગ્લોબીન વધારવું છે તો દવા નહિ કરો આ વસ્તુનું સેવન હીમોગ્લોબીન વધારવું છે તો દવા નહિ કરો આ વસ્તુનું સેવન Reviewed by ગુજરાતી માહિતી on February 22, 2019 Rating: 5

No comments:

Powered by Blogger.