કેવી રીતે મળ્યા ભગવાન શિવ અને સતી, શું હતી તેમના અસ્તિત્વની કથની
ભગવાન શિવના પહેલા વિવાહ દક્ષ પ્રજાપતિની પુત્રી દેવી સતી સાથે થયા હતા. પણ શું તમને ખબર છે કે સતીનો જન્મ કેવી રીતે થયો હતો. કેવી રીતે તેમના મનમાં ભગવાન શિવ માટે દિવ્ય પ્રેમ પ્રગટ્યો હતો. તો ચાલો આપણે જાણીએ આજે સતીના અસ્તિત્વથી જોડાયેલી કથા વિશે…
દક્ષ પ્રજાપતિની તમામ પુત્રીઓ ગુણવાન હતી તેમછતાં દક્ષના મનમાં સંતોષ ન હતો. તે ઈચ્છતા હતા કે તેના ઘરમાં એક એવી પુત્રીનો જન્મ થાય જે સર્વશક્તિમાન અને સંપન્ન હોય. આમ કરતાં કરતાં તેમણે દિવ્ય પુત્રીની પ્રાપ્તિ માટે તપ શરૂ કરી દીધું. તપ કરતાં કરતાં અનેક દિવસો વીતી ગયા. તેમના તપથી પ્રગટ થઈને ભગવતી આદિશક્તિએ કહ્યું કે તમારા તપનું શું કારણ છે. જ્યારે દક્ષે દિવ્ય પુત્રીની ઝંખના દર્શાવી ત્યારે દેવી માતાએ કહ્યું કે હું સ્વયં તમારે ત્યાં પુત્રી થઈને જન્મ ધારણ કરીશ. મારું નામ સતી હશે.
થોડાં સમય પર્યંત તેમને ભગવતી આદ્યશક્તિ સતીના રૂપે જન્મ્યાં. સતી દક્ષની તમામ પુત્રીઓમાં સૌથી તેજસ્વી અને ઔલોકિક હતી. સતી બાલ્યાવસ્થામાં જ અનેક એવા ઔલોકિક અને આશ્ચર્યચકિત કરે તેવા કાર્ય કરતા હતા. તેને જોઈને સ્વયં દક્ષ પણ વિસ્મય પામી જતા હતા. આમ કરતાં સતી મોટાં થતાં અને વિવાહ યોગ્ય થઈ ગયા. હવે દક્ષને તેના માટે યોગ્ય વરની ચિંતા સતાવવા લાગી. તેમણે આ વિશે બ્રહ્માજી સાથે પરામર્શ કર્યો.
એકવાર દેવલોકમાં બ્રહ્માએ ધર્મના નિરુપણ માટે એક સભાનું આયોજન કર્યું. ત્યાં અનેક ગણમાન્ય લોકો હાજર થયા. આ સભામાં દક્ષ પણ આવ્યા ત્યારે તમામ દેવતાઓએ ઉભા થઈને તેમનું સ્વાગત કર્યું. આમછતાં શિવજી ઉભા ન થયાં. કે ન તો તેમણે દક્ષને પ્રણામ કર્યાં. દક્ષને આ વાતથી ખોટું લાગ્યું. એટલું જ નહિં તેમના હૃદયમાં ભગવાન શિવ પ્રત્યે ઈર્ષ્યા અને વેરભાવની જ્વાલા પ્રગટી ઉઠી. તે તેમની સાથે બદલો લેવા સમય અને અવસરની પ્રતીક્ષા કરવા લાગ્યા.
રાજા દક્ષે એકવાર યજ્ઞનું આયોજન કર્યું. તેમણે તમામને આમંત્રિત કર્યા પણ ભગવાન શિવને ન બોલાવ્યા. આમછતાં પિતાને ત્યાં પ્રસંગ હોય અને દીકરી ન જાય તેમ કેમ બને.. સતી આ પ્રસંગમાં પિતાને ત્યાં જવા ઈચ્છતા હતા. તેમણે ભગવાન શિવ પાસે યાજ્ઞા માંગી. જો કે ભગવાન શિવે તેમને કહ્યું કે દેવી માન અને સન્માન વિના જવું ઠીક નથી, ભલે પછી પિતાનું ઘર પણ કેમ ન હોય. આમછતાં સતી એકના બે ન થયાં. તે જવા માટે હઠ કરતાં રહ્યાં. અંતમાં ભગવાન શિવે તેમને પોતાના એક ગણ સાથે મોકલ્યાં, જેનું નામ વીરભદ્ર હતું.
પિતાના આવા કટુવચનો સાંભળીને સતીને ક્રોધ વ્યાપી ગયો. તે કહેવા લાગ્યા કે તેઓ ક્ષણ માત્રમાં સંપૂર્ણ સૃષ્ટિને નષ્ટ કરવાની શક્તિ રાખે છે. તે મારા સ્વામી છે. એક નારી માટે તેનો પતિ જ સ્વર્ગથી પણ અધિક હોય છે. જે નારી પોતાના પતિ માટે અપમાનજનક શબ્દો સાંભળે છે તેને નરકમાં જવું પડે છે. હવે હું એક ક્ષણ પણ જીવિત રહેવા નથી ઈચ્છતિ.
સતી પોતાનું વાક્ય પૂર્ણ કરતાંની સાથે જ યજ્ઞકુંડમાં કુદી પડ્યાં. અગ્નિ જવાળાઓથી લપેટમાં તેમનું શરીર દાઝવા લાગ્યું. આ જોઈને વીરભદ્રને ક્રોધ આવી ગયો. તેમણે આવીને દક્ષનું માથું ધડથી કાપીને ફેંકી દીધું. જ્યારે આ વિશે ભગવાન શિવને જાણ થઈ ત્યારે તે વાયુવેગે કનખલ પહોંચ્યાં. બધું જ ભૂલીને તે સતીના પ્રેમ અને ભક્તિને યાદ કરીને વ્યાકૂળ થઈ ગયાં. તે સતીના પ્રેમમાં ખોવાઈ ગયા અને બેશુદ્ધ થઈ ગયાં. ભગવાન શિવે સતીના સળગતા શરીરને પોતાના ખભા પર ઉપાડી લીધું. તે તમામ દિશાઓમાં ભ્રમણ કરતાં તાંડવ કરવા લાગ્યા. શિવ અને સતીના આ ઔલોકિક પ્રેમને જોઈને પૃથ્વી રોકાઈ ગઈ, હવા રોકાઈ ગઈ. પાણીનો પ્રવાહ સ્થિર થઈ ગયો. દેવતાઓના શ્વાસ પણ થંભી ગયા. સમગ્ર પ્રકૃત્તિ જાણે કે અટકી ગઈ.
આ જોઈને ભગવાન વિષ્ણુ આગળ આવ્યા. તેમણે સતીના નિશ્ચેતન શરીરના પોતાના ચક્રથી અંગો છેદી નાંખ્યા. આ બધું થયાં પછી ભગવાન શિવને હોંશ આવ્યા. તે ફરીથી તપ કરવા લાગ્યા.
સતીએ પછી બીજો જન્મ પર્વતરાજ હિમાલયની પુત્રી પાર્વતી તરીકે લીધો. આઠ વર્ષની ઉંમરથી જ ભોળાનાથને પતિ તરીકે પામવા તેમણે હજાર વર્ષ તપ કર્યું. તેમની સાધનાથી શિવ પ્રસન્ન થયાં.. પછી શિવ અને પાર્વતીનું મિલન થયું.
અમારો આ Gujarati Article વાંચવા બદલ આપનો ખુબ ખુબ આભાર
અમારો આ Gujarati Article વાંચવા બદલ આપનો ખુબ ખુબ આભાર
આવાજ રસપ્રદ આર્ટિકલ વાંચવા અહીં ક્લીક કરો<< ગુજરાતી માહિતી >>
કેવી રીતે મળ્યા ભગવાન શિવ અને સતી, શું હતી તેમના અસ્તિત્વની કથની
Reviewed by ગુજરાતી માહિતી
on
February 22, 2019
Rating:
Reviewed by ગુજરાતી માહિતી
on
February 22, 2019
Rating:




No comments: