રસોડામાં રહેલી એક વસ્તુથી ચહેરો બનશે ક્રાંતિવાન, આ રીતે બનાવો ફેસપેક
જો આપણે ઈચ્છીએ તો આપણે ઘરમાં રહેલ સમાન દ્વારા પણ સ્કિન ને લગતી અનેક મુશ્કેલીઓ ને સહેલાઈ થી દૂર કરી શકીએ છીએ. આ સાથે બ્યુટી ના ઘણા ફાયદા મળે છે. આવા ઉપાયો કરવા નો એક ફાયદો એ થાય છે કે તેના પ્રયોગ થી આપણ ને કોઈપણ પ્રકાર ની સાઈડ ઇફેક્ટ થતી નથી. અને ઓછા પૈસા માં વધુ અસરકારક નીવડે છે. ઘરમાં રહેલ આવા સામાન માં એક છે ચોખા નો લોટ. ચોખા ના લોટ થી આપણું સૌંદર્ય નિખરી ઉઠે છે અને આપણાં ચહેરા પર ના ખીલ-દાગ વગેરે દૂર થાય છે. ચોખા ના લોટ ના આપણ ને બીજા ઘણા ફાયદા થાય છે તેના વિશે પણ અહીં વાત કરીશું.
ચોખા ના લોટ ના ફાયદા
એક વાટકામાં બે ચમચી ચોખા ની લોટ , એક ચમચી મધ, એક ચમચી એલોવેરા નનુ જેલ આ વસ્તુ ને મિક્સ કરી નાખો. પછી તેને પોતાના ચહેરા પર પંદર થી વીસ મિનિટ માટે લગાવી ને રાખો. પછી તેને સારા પાણી એ પોતાના ચહેરા ને ધોઈ નાખો. થોડાક જ દિવસોમાં તમારા ચેરા પર ના ખીલ કે દાગ ની સમસ્યા દૂર થઈ જશે.
ટૈનિંગ ની સમસ્યા દૂર કરે
ચોખા નો લોટ ટૈનિંગ ને દૂર કરવા માં મદદ કરે છે. આ માટે એક ચમચી ચોખા નો લોટ, લીબું નો રસ, અને કાકડી નો રસ ભેળવી ને તેની પેસ્ટ બનાવી નાખો. પછી તેને પોતાના ચહેરા પે સારી રીતર લગાવી દો. જયારે સુકાઈ જાય ત્યારે પોતાના ચહેરા ને થોડા ગરમ પાણી થી ધોઈ નાખો.
દાગ દૂર કરે છે
એક વાટકી માં ચોખા નો લોટ અને મુલ્તાની માટી ને સારી રીતે મિક્સ કરી ને પેસ્ટ બનાવી લો. ત્યાર બાદ તે પેસ્ટ નો ઉપયોગ પોતાના ચહેરા પર કરો. એનો નિયમિત રૂપે પ્રયોગ કરવા માં આવે તો ચહેરા પર ના દાગ, નિશાન અને ખીલ નો નાશ થઇ જાય છે અને તમારો ચહેરો એકદમ સાફ થઈ જાય છે.
ડાર્ક સર્કલ ને દૂર કરે
જો તમને ડાર્ક સર્કલ ની સમસ્યા હોય તો તેના માટે ચોખા નો લોટ ખુબ જ લાભદાયી છે. એટલે કે જો ડાર્ક સર્કલ થી પરેશાન છો તો એક વાટકા માં થોડો ચોખા નો લોટ લઈ લો. પછી તેમાં એક પાકેલું કેળું અને કૈસ્ટર ઓઇલ ના થોડા ટીપા ભેળવો. પછી જે જગ્યા પર ડાર્ક સર્કલ હોય ત્યાં લગાવો. થોડાક જ દિવસો માં તમારો ચહેરો સાફ થઈ જશે.
એન્ટિ એજિંગ ફેસ માસ્ક
ચોખા ના લોટ માંથી ચહેરા પર ની કરચલીઓ અને સાથે સાથે ચહેરા ની ઝીણી-ઝીણી રેખાઓ થી પણ છુટકારો મળી જાય છે પરંતુ આ માટે સૌ પહેલા એક વાટકા માં બે મોટા ચમચા ચોખાનો લોટ, ઈંડા નો સફેદ ભાગ અને ગ્લિસરીન ના ચાર થી પાંચ ટીપાં ભેળવી ને ચહેરા પર લગાવો. આ મિશ્રણ ના સુકાઈ ગયા પછી આંગળીઓ થી તેને કાઠો અને ચહેરા ને પાણી થી ધોઈ નાખો. આના થી ચહેરા પર ચમક આવી જશે અને તમારો ચહેરો એકદમ સાફ થઈ જશે, આ તમારા ચહેરા પે માસ્ક જેવું કામ કરશે.
અમારો આ Gujarati Article વાંચવા બદલ આપનો ખુબ ખુબ આભાર
આવાજ રસપ્રદ આર્ટિકલ વાંચવા અહીં ક્લીક કરો<< ગુજરાતી માહિતી >>
રસોડામાં રહેલી એક વસ્તુથી ચહેરો બનશે ક્રાંતિવાન, આ રીતે બનાવો ફેસપેક
Reviewed by ગુજરાતી માહિતી
on
February 11, 2019
Rating:
Reviewed by ગુજરાતી માહિતી
on
February 11, 2019
Rating:

No comments: