દૂધ-દહીંનું સેવન કરતાં હોય તો વાંચી લેજો, શરીરને થાય છે આ નુકશાન
વજનમાં વધારો :
ડેરી પ્રોડક્ટસનું વધારે સેવન તમારા વજનમાં વધારો કરી શકે છે, માટે તમે જો વધારે વજનથી પીડાતા હોય તો પહેલાં એ તપાસવું કે ક્યાંક રોજીંદા આહારમાં ડેરી પ્રોડક્ટનો અતિરેક તો નથી થતોને
ડેરી પ્રોડક્ટમાં ટ્રિપ્ટોફોન હોય છે, જેથી શરીરમાં થાક લાગે છે અને ઊંઘ પણ આવે છે, માટે સ્કૂર્તી લેવલ વધારવું હોય તો ડેરી પ્રોડક્ટ ખાવામાં કંટ્રોલ કરવો.
હેલ્ધી સ્કીન :
ડેરી પ્રોડક્ટનાં વધારે પડતા સેવનથી ત્વચા ઉપર ખીલ થઇ શકે છે, તેમજ સ્કીનને લગતી બીજી બીમારી પણ થઈ શકે છે, માટે ત્વચાને સુંદર રાખવી હોય તો ડેરી પ્રોડક્ટના સેવનને માપસર બનાવવું.
દૂધની એલરજી :
દૂધની એલરજી હોય તો તમને તેની બીમારીઓ થઈ શકે છે, જેમાં ગેસ, અપચો, પેટમાં ગડબડ અને દુખાવો વગેરે રહે છે.
અસ્થમા :
ડેરી પ્રોડક્ટથી અમુક લોકોને કફનો પ્રોબ્લેમ થઈ શકે છે, અને આ કારણે અસ્થમાની તકલીફ પણ થઈ શકે છે. માટે બને ત્યાં સુધી કોઈ ખાદ્ય પદાર્થના સેવનનો અતિરેક ન કરતા તેને માપમાં આરોગવું વધારે જરુરી છે.
અમારો આ Gujarati Article વાંચવા બદલ આપનો ખુબ ખુબ આભાર
દૂધ-દહીંનું સેવન કરતાં હોય તો વાંચી લેજો, શરીરને થાય છે આ નુકશાન
Reviewed by ગુજરાતી માહિતી
on
February 02, 2019
Rating:
Reviewed by ગુજરાતી માહિતી
on
February 02, 2019
Rating:



No comments: