સાવધાન! શું તમારા ATM નું તો નથી ને જુડવા કાર્ડ
આ જગ્યા પર થઇ શકે છે ફ્રોડ
જાલસાજ ડેબિટ અને ક્રેડિટ કાર્ડનો ડેટા ચોરવા માટે ઘણા પ્રકારની પદ્ધતિ અપનાવે છે. તમારા કાર્ડનો ડેટા ચોરીને તમારા કાર્ડથી કેવી રીતે શોપિંગ કરે છે. નિષ્ણાંત કહે છે કે હોટલ, પેટ્રોલ પંપ, મેડિકલ જેવા અમૂક સ્થળો પાર તમારી સાથે ફ્રોડ થઇ શકે છે. સ્કિમિંગ, ક્લોનિંગ, ફિશિંગથી કેવીરીતે તમારા ડેટાની ચોરી થાય છે.
કેવીરીતે થાય છે કાર્ડની ક્લોનિંગ
નિષ્ણાંત કહે છે કે અમુક પ્રકારના કાર્ડ સ્કિમર ડીવાઈસ હોય છે, જેની અંદર ક્રેડિટ-ડેબિટ કાર્ડ સ્વાઈપ કરવાથી તે કાર્ડની બધી જાણકારી તમારા કોમ્પ્યુટર અથવા લેપટોપમાં આવી જાય છે. ત્યારબાદ એક ખાલી કાર્ડ આપવામાં આવે છે અને એડવાન્સ્ડ પ્રકારના પ્રિન્ટર દ્વારા ક્લોન કરાયેલા કાર્ડની બધી માહિતી તે કાર્ડની ઉપર પ્રિન્ટ કરી દેવામાં આવે છે.અમુક વખત તો જુડવા ઓરીજનલ કાર્ડ જેવા ડુપ્લીકેટ અથવા કલોન્ડ ક્રેડિટ-ડેબિટ કાર્ડ તૈયાર કરી લેવામાં આવે છે.
- ફિશિંગમાં સાઇબર ક્રિમિનલ કાર્ડ ધારકના બેન્કના ઈમેલ આઇડીથી મળતી આવતી એક નકલી ઈ-મેલ આઈડી તૈયાર કરે છે. આ નકલી ઈ-મેલ આઈડીને કસ્ટમરને મોકલીને સિક્રેટ ડેટા માંગે છે.
- ક્રેડિટ કાર્ડ ક્લોનિંગ માટે ડુપ્લીકેટ કાર્ડ બનાવીને લોકોને શિકાર બનાવે છે. ખરેખર,ક્રેડિટ કાર્ડને મશીનથી સ્વાઇપ કરતી વખતે કાર્ડની મેગ્નેટિક સ્ટ્રિપ પર નોંધાયેલા બધા ડેટાને ચોરી લેવામાં આવે છે. ત્યારબાદ ડુપ્લીકેટ કાર્ડ તૈયાર કરી ફ્રોડ કરનાર શોપિંગ કરી નાખે છે.
- બેંક તરફથી મળતી વેબસાઇટની મદદથી કાર્ડની માહિતી લઈને ફ્રોડ કરનાર ગ્રાહકને પોતાનો શિકાર બનાવે છે. જેમકે તમે બેંકની સાઈટ ખોલો છો, તેવી રીતે તે લિંકથી નકલી સાઈટ પણ ખુલી જાય છે. આ વેબસાઈટ માં તમે જેવો પોતાનો કાર્ડ નંબર અને પાસવર્ડ એન્ટર કરશો તેની માહિતી ફ્રોડ કરનાર લોકો સુધી પહોંચી જાય છે.
- એટીએમની રકમ નીકળતા પેહલા તપાસ કરો કે કોઈ સ્કીમર તો નથી ને.
- સ્વેપીંગ પોઈન્ટની આજુબાજુમાં હાથ લગાવીને જુઓ. કોઈ વસ્તુ દેખાય તો સાવધાન થઇ જાઓ. સ્કીમર ની ડિઝાઈન એવી હોઈ છે કે તેઓ મશીનનો પાર્ટ લાગે.
- કીપેડનો એક બાજુનો ખૂણો દબાવો, જો પેડ સ્કીમર હશે તો એક સીરા ઉઠી જશે.
- વર્તમાન સમયમાં જરૃતી છે કે ડેબિટ કારણો પિન બદલી નાખે. જેનાથી ફ્રોડ કરનારા લોકોના જાળમાંથી ફસવાથી બચી શકાય છે.
- પોતાનું કાર્ડ ક્યાય દૂર લઇ જવા ના દો.
- હોટલ, પંપ, મેડિકલ,દુકાન પર આ વાતની સાવધાની રાખો।
- ફોન પર પોતાનો પાસવર્ડ કોઈને બતાવો નહિ.
- લાલચ આપનાર ફર્જી મેલથી સાવધાન રહો.
અમારો આ Gujarati Article વાંચવા બદલ આપનો ખુબ ખુબ આભાર
સાવધાન! શું તમારા ATM નું તો નથી ને જુડવા કાર્ડ
Reviewed by ગુજરાતી માહિતી
on
February 04, 2019
Rating:
Reviewed by ગુજરાતી માહિતી
on
February 04, 2019
Rating:



No comments: