બજેટનો ઇતિહાસ : શું છે બજેટ શબ્દનો અર્થ ? શા માટે ચામડાના થેલા સાથે જ મંત્રીઓ હાજર રહે છે

કેન્દ્રની મોદી સરકાર ગયા બે વર્ષની જેમ જ 1 ફેબ્રુઆરીઓ પોતાનું બજેટ રજૂ કરવાની છે.મીડિયા રિપોર્ટસ મુજબ 2019ની લોકસભાની ચૂંટણીઓના થોડા સમય પહેલા  જ રજૂ થનાર આ બજેટમાં નાણાંમંત્રી અરુણ જેટલી સામાન્ય માણસ એટલે કે મધ્યમ વર્ગને વધુ રાહત આપતું બજેટ રજૂ કરી શકે. મોદી સરકારના આ બજેટથી દરેક વર્ગના લોકોને ઘણી અપેક્ષાઓ છે.

મોદી  સરકારનું અંતિમ બજેટ સરકાર અને જનતા બંને માટે બહુ મહત્વનું રહેવાનું છે.

એવામાં અમે આજે તમને બજેટ સાથે સંકળાયેલ એક ખાસ વાત જાનવવાના છીએ. ભારતીય બજેટનો પોતાનો એક અલગ ઇતિહાસ છે અને તેની સાથે સંકળાયેલ કેટલીક બાબતો આવે છે જેના બહુ ઓછા લોકો જાણે છે. જેમકે બજેટ પ્રથમ વખત ક્યારે હિન્દીમાં રજુ કરવમાં આવ્યું. દેશમાં સૌ પહેલા 1955-56 માં પ્રથમ વખત હિન્દીમાં બજેટ રજૂ કરવામાં આવતું હતું અને અંગ્રેજી માંજ રજુ કરવામાં આવતું હતું. બજેટની હિન્દીમાં લાવવાનો મુખય ઉદેશ્ય એ છે કે તેને સામાન્ય માણસ પણ સરળતાથી સમજી શકે. આ સિવાય હિન્દીમાં બજેટ લાવવાનો બીજો એક આશય હતો કે દેશની વાત દેશની ભાષામાં એજ્યુ કરવામાં આવે.  આથી 1955-56 બાદ સતત બજેટ ભાષણ હિન્દી અને અંગ્રેજી બંને ભાષામાં તૈયાર થતું આવ્યું છે. એ વાત  અલગ છે  કે દેશના નાણામંત્રી પોતાની સિવિધા મુજબ બજેટનું ભાષણ હિન્દી અથવા અંગ્રેજીમાં વાંચન કરે છે.

બજેટ શબ્દની ઉત્પત્તિ લેટિન શબ્દ બુલ્ગાથી થઈ છે. બુલ્ગાનો અર્થ થાય છે ચામડાનો થેલો. તેના બાદ ફ્રાંસીસી શબ્દ બોઉગેટ આવ્યો અને ત્યારબાદ અસ્તિતવમાં આવ્યો અંગ્રેજી શબ્દ બોગેટ અથવા બોજેટ અથવા તો પછી આ બજેટ શબ્દ આવ્યો. આમ, બજેટ શબ્દ પણ વિવિધ દેશાંતરણ કરીને આવ્યો છે. અગાઉ કહ્યું તેમ ચામડાના થેલા પરથી શબ્દ ઉતરી આવેલો હોવાથી બજેટ રજૂ કરનારા નેતાઓ પણ ચામડાના થેલાને લઈને જ સંસદમાં આવે છે. જેની પાછળનું કારણ પણ લેટિન શબ્દ બુલ્ગા જ છે. જો કે આ શબ્દનો ઇતિહાસ છે. બાકી થેલાનો ઉપયોગ તો હવે માત્ર બજેટના કાગળીયા લઈ આવવા માટે જ થાય છે.



                   અમારો આ Gujarati Article વાંચવા બદલ આપનો ખુબ ખુબ આભાર
                   આવાજ રસપ્રદ આર્ટિકલ વાંચવા અહીં ક્લીક કરો<< ગુજરાતી માહિતી >>

બજેટનો ઇતિહાસ : શું છે બજેટ શબ્દનો અર્થ ? શા માટે ચામડાના થેલા સાથે જ મંત્રીઓ હાજર રહે છે બજેટનો ઇતિહાસ : શું છે બજેટ શબ્દનો અર્થ ? શા માટે ચામડાના થેલા સાથે જ મંત્રીઓ હાજર રહે છે Reviewed by ગુજરાતી માહિતી on January 29, 2019 Rating: 5

No comments:

Powered by Blogger.