નવ વર્ષમાં મળશે કિસમતનો સાથ, જો ઘરમાં હશે આ સાત બદલાવ

નવ વર્ષ ખુબજ સારું નીવડે, પરિવારમાં સોની ઉન્નતિ થાય એમ જો તમે ઇચ્છતા હોય અને ઘરમાં સુખ સમૃદ્ધિ અને લક્ષ્મીનો વાસ હોય એમ તમે ઇચ્છતા હોય તો તમારી મેહનત,આવડત ઉપરાંત ઘરનું વાસ્તુ પણ  સારું હોવું જોઈએ. જો તમે મેહનતુ હોય અને સારી આવડત ધરાવતા હોવા છતાં જો  તમને મુશ્કેલીઓ પડતી હોય તો તમારે ઘરનું વાસ્તુ તપાસવું જોઈએ અને એટલુ જ નહિં એ પ્રમાણેના ઘરમાં બદલાવ પણ કરવા જોઈએ.

જો તમારું ઘર સાફ-સુથરું અને સુંદર સજાવટ વાળું ન હોય તો પેહલા તેમાં બદલાવ લાવો. ઘરને બારોબાર

સાફ કરો. ઘરમાં  વસ્તુઓ અસ્તવ્યસ્ત ન રાખતા દરેક ચીજો વ્યવસ્થિત જગ્યાએ મૂકો. ઘરની દિવાલોને રંગ રોગાન કરવી લો. કઈ જ ન કરી શકી  તો ઘોળાવી લો.

આ ઉપરાંત ઘરમાં દિવસ પર કોઈ સારી ઉર્જા નીષન્ત્ર કરે તેવા વૉલપીસ લગાવી લો. જો રેડિમેઈડ ન લાવો તો જાતે બનાવીને લગાવી લો. ઘરમાં  બારી દરવાજા બરોબર ઝાપટીને સ્વચ્છ રાખો અને ઘરમાં સારા હવા ઉજાસ આવે તે પણ જુઓ. બને ત્યાં સુધી દિવસમાં એક વાર આખો પરિવાર સાથે જમે તેવું કરો. શરીરને થોડું ચુસ્ત અને સ્ફુતિલુ રાખો. એ માટે હળવી એક્સરસાઇઝ કરો કે ચાલવા જાવ.

1. સાથોસાથ એ ખ્યાલ રાખો કે પૂર્વ દિશા એકદમ યોગ્ય હોવી જોઈએ. પૂર્વ દિશામાંથી પૂરતો સૂર્ય પ્રકાશ આવે તે જુઓ. ઘરમાં યોગ્ય હવા ઉજાસથી બાળકોના શિક્ષણ અને બુદ્ધિ પાર સકારાત્મક અસરો પડે છે. પૂર્વ દિશામાં દેવરાજ ઇન્દ્રનો પ્રભાવ હોય છે. બાળકોના શયનકક્ષ અને રૂમમાં પણ યોગ્ય સકારાત્મક ઉર્જા મળી રહે તે જુઓ. ઇન્દ્રદેવથી જોડાયેલી ચીજો જેવી કે હાથી, હીરો કે ક્રિસ્ટલ કઉં સફેદ રંગનો ઘોડો લગાવો રૂમમાં લગાવવાથી તેના સકારાત્મક અસર પડે છે. આ ઉપરાંત યોગ્ય હવા ઉજાસ રૂમના વાતાવરણને શુભ ઉર્જાથી ભરી દે છે.

2. જો ઘરનું રસોડું યોગ્ય ન હોય તો પણ અનેક પરેશાની વેઠવાનો વારો આવે છે. રસોડાંમાં અગ્રિ ખૂણામાં યોગ્ય ફેરફાર કરો. આ દિશામાં અગ્રિ પ્રજ્જવલિત કરો કે નિત્ય દીવો કરો. કાંઈ નહિ તો કોઈ મીણબત્તી કે પછી ત્રિકોણની આકૃતિ લગાવો. કઈ ન હોય તો એક લંબગોળ પથ્થર મૂકી દો. કંકુની ડબ્બી પણ મૂકી શકો  છો. આ પણ  મંગલ તત્વ તરીકે કામ કરશે. રસોડાનું વાસ્તું ઠીક થઈ જશે.

3. જો રાતે ઉંધ ન આવતી હોય તો  સમજવું કે કંઈક તકલીફ દક્ષિણ દિશામાં છે. આથી એ દિશામાં યોગ્ય ફેરફાર કરો. દિશામાં સુધાર લાવવા માટે યોગ્ય પેઇન્ટિગ આ દિશામાં લગાવો. જો કઈ જ નહીં તો આ દિશામાં એક નાનકડી બારી પડી દો. તેથી ત્યાંથી પ્રકાશ અને હવાની અવરજવર થવાથી રૂમનું વસ્તુ યોગ્ય થઈ જશે.

4. જો તમને ઉંઘ ન આવતી હોય અને ડરામણા સપનાઓ આવતા હોય તો પછી દક્ષિણ-પશ્ચિમ ખૂણો ઠીક કરો. આ સ્થાન શનિ ગ્ર્હ અને ભૂમિ તત્વ સાથે જોડાયેલુ છે. જો રસોડાનો મુખ્ય દરવાજો આ દિશામાં હોય તો શુભ ફાયદાયી નીવડે છે. શુક્ર શયનખંડ સાથે જોડાયેલો છે. તેથી આ ગુલાબી અને હળવા લીલા રંગનો પ્રયોગ કરો.

5. જો બેચેની જેવું રહેતું હોયતો ઘરમાં પૂનમની ચાંદાનું  વોલપીસ રાખો. આ વોલપીસ  ઉત્તર પશ્ચિમ દિશામાં રાખો. ચંદ્રમા આ સ્થાનના કારક છે. અહીં કોઈ ચીજ સ્થિર  નથી રહેતી. આથી બાથરૂમ કે ગેસ્ટરૂમ બનાવો.
અહીં અર્ધચંદ્રાકાર ચંદ્રનો ફોટો પંલગાવી શકો છો. લાભદાયી વાર્તાલાપ માટે આ દિશામાં  ટેલીફોન અને મોબાઈલ રાકો. હળવા સિલ્વર ટોનના સારા રહે.

6.ઉત્તર દિશાને શુભ બનવવા માટે કારો આ ઉપાય સ્વાસ્થ્ય સારું ન રહેતું હોય અને નાણાંકીય સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય તો  ઉત્તર દિશા પાર ધ્યાન આપો. આ સ્થાન પર કુબેર તથા બૃહસ્પતિનો પ્રભાવ રહે છે. આ સ્ટોર,લાઈબ્રેરી,ઓફિસ અને કિંમતી સમાન રાખો. આ સ્થાન ઉત્તમ છે. આ સ્થાન પાર પૂર્વજોની તસવીર બિલકુલ ન લગાવો. બૃહસ્પતિને ખુશ રાખવા પીળા રંગનો પ્રયોગ કરો.

7. મુખ્ય દ્વારા બનાવો ભાગ્યશાળી ઘરમાં શાંતિ અને સુખદ વાતાવરણ બનાવવા માટે ઈશાન ખૂણામાં પણ એક બરી હોવી  જોઈએ. આ સ્થાન પાર સોમનો પ્રભાવ હોય છે. આ ચીજ ઘરમાં સ્થિરતા લાવે છે. મનને આરામ આપવાનું આ સ્થાન છે. આ સ્થાનને ખાલી રાખો. કોઈ ભારે વસ્તુઓ ના રાખો. મુખ્ય દ્વાર જો આ દિશામાં હોય તો તે શુભ ગણાય છે. જો આ દિશામાં મુખય પ્રવેશ દ્વાર ન હોય તો પૂજા સ્થાન પણ શુભ ફળ આપે છે. આ સ્થાનમાં વિંડચાઈમ પણ શુભ ફળ આપે છે.

બેડરૂમમાં રાખો આ ચીજોનું ધ્યાન
બેડરૂમમાં યુદ્ધ કે યુદ્ધ સંલગ્ન કોઈ ચીજ ન રાખો. એનાથી ઘરની  શાંતિ ભંગ થાય છે. ઘરના તમામ સભ્યોની સંયુક્ત ફોટોગ્રાફી પર્વ-ઉત્તર દિશામાં લગાવો. આમ કરવાથી વૈમનસ્ય દૂર થશે. તથા પરિવારમાં સો વધુ  નજીક આવે છે.



                    અમારો આ Gujarati Article વાંચવા બદલ આપનો ખુબ ખુબ આભાર
                   આવાજ રસપ્રદ આર્ટિકલ વાંચવા અહીં ક્લીક કરો<< ગુજરાતી માહિતી >>









નવ વર્ષમાં મળશે કિસમતનો સાથ, જો ઘરમાં હશે આ સાત બદલાવ નવ વર્ષમાં મળશે કિસમતનો સાથ, જો ઘરમાં હશે આ સાત બદલાવ Reviewed by ગુજરાતી માહિતી on January 25, 2019 Rating: 5

No comments:

Powered by Blogger.