એમેજોન પ્રથમ વાર વિશ્વની સોથી મોટી કંપની બની,56 લાખ કરોડ રૂપિયા માર્કેટ કેપ

















વોશિંગ્ટન : માઇક્રોસોફ્ટને પાછળ પાડીને  એમેજોન પ્રથમ વાર વિશ્વની સોથી વધુ વેલ્યુએશનવાળી કંપની બની છે.સોમવારે અમેરિકા નું શેરબજાર બંધ થવા પર અમેજોન ની  માર્કેટ કેપ 56 લાખ કરોડ રૂપિયા (796.8 અબજ ડોલર ) રહી છે. જ્યારે માઇક્રોસોફ્ટ નું વેલ્યુએશન 54.81 લાખ કરોડ રૂપિયા (783.4 અબજ ડોલર ) રહ્યું છે. ત્રીજા નંબર પર આલ્ફાબેટ અને ચોથા નંબર પર એપ્પલ છે.



એમેજોન ટ્રિલિયન ડોલર સુધી પહોચી :-

1. ગત સપ્ટેમ્બરમાં એમેજોન ની માર્કેટ કેપ 70 લાખ રૂપિયા (1 ટ્રિલિયન ડોલર ) સુધી પહોચી ગઈ હતી.  જોકે શેર સોમવારે 3.4 ટકા વધારા ની સાથે બંધ. ગત સપ્તાહે શેરમાં 8.5 ટકા તેજી આવી હતી.

2. 15 મે 1997 એ 18 ડોલર પર એમેજોન ના શેર નું લિસ્ટિંગ થયું હતું. હાલ તેની કિંમત 1629.51 ડોલર છે. આઇપીઓમાં 1000 ડોલરના રોકાણની વેલ્યુ હવે 8 લાખ 96 હજાર ડોલરથી વધુ થઈ ગઈ છે.

3. અમેજોનના ફાઉન્ડર અને સીઈઓ લાંબા સમયથી વિશ્વના અમીરોના લીસ્ટમાં ટોપ પર હતા. બ્લૂમબર્ગ બિલિનિયર ઈન્ડેકસમાં 9.45 લાખ કરોડ રૂપિયા (135 બિલેનિયર ડોલર) નેટવર્થ ની  સાથે બેજોસ નંબર-1 છે.બિલેનિયર ઇન્ડેક્સમાં 6.44 લાખ કરોડ રૂપિયા (92 અબજ ડોલર)ની નેટવર્થની સાથે બિલગેટસ બીજા નંબરે છે.

4. સતત 7 વર્ષથી વિશ્વની સોથી વેલ્યુએબલ કંપની રહ્યાં બાદ એપ્પલ ગત વર્ષ ડિસેમ્બર માં માઇક્રોસોફ્ટ થી પાછળ પડી  હતી. હાલ 49.07 લાખ કરોડ રૂપિયા(701.1 અબજ ડોલર)ની  માર્કેટ કેપ  સાથે એપ્પલ ચોથા નંબર પર છે..



5. જુલાઈ-સપ્ટેમ્બરના ત્રિમાસિક દરમિયાન પરિણામ એનાલિસ્ટોનાં અનુમાન મુજબ ન રહેવા અને આઈફોનનું વેચાણ ઘટવાના કારણથી એપલને નુકશાન થયું છે.એપલે ગત બુધવારે ડિસેમ્બર ત્રિમાસિક ના રેવન્યુ ગાઈડ્ન્સમાં 5.5 ટકનો ઘટાડો કર્યો હતો. આ કારણે શેરમાં ગુરુવારે 10 ટકાનો ઘટાડો આવ્યો હતો.

                   અમારો આ Gujarati Article વાંચવા બદલ આપનો ખુબ ખુબ આભાર
                   આવાજ રસપ્રદ આર્ટિકલ વાંચવા અહીં ક્લીક કરો<< ગુજરાતી માહિતી >>
એમેજોન પ્રથમ વાર વિશ્વની સોથી મોટી કંપની બની,56 લાખ કરોડ રૂપિયા માર્કેટ કેપ એમેજોન પ્રથમ વાર વિશ્વની સોથી મોટી કંપની  બની,56 લાખ કરોડ રૂપિયા માર્કેટ કેપ Reviewed by ગુજરાતી માહિતી on January 08, 2019 Rating: 5

No comments:

Powered by Blogger.