GST કાઉન્સિલની બેઠક 20મી ફ્રેબુઆરીએ, આ સેક્ટર્સને મળી શકે છે મોટી રાહત
પ્રાપ્ત માહિતી મુજબ કાઉન્સિલની આ બેઠકમાં મંત્રીઓના સમૂહ(જીઓએમ) મારફતે અંડર-કંસ્ટ્રક્શન ઘરો પર 5 ટકા જ્યારે સસ્તા આવાસો પર 3 ટકા જીએસટી લગાવવાની ભલામણ પર વિચાર થઈ શકે છે. તમને બતાવી દઈએ કે આ પહેલા કાઉન્સિલે ઇનપુટ ટેક્સ ક્રેડિટ વગર અંડર-કંસ્ટ્રક્શન મકાનો પર 5 ટકા જીએસટી જ્યારે આઇટીસી વગરના સસ્તા આવાસો પર 3 ટકા જીએસટી લગાવવાની ભલામણ કરી હતી.
સીમેન્ટની વાત કરીએ તો હાલ સીમેન્ટ પર 28 ટકા જીએસટી દર વસૂલવામાં આવે છે. જેને ઘટાડવાની માગ લાંબા સમયથી કરવામાં આવી રહી છે. જોકે એવું થશે તો સરકારને વર્ષ દીઠ લગભગ 13,000 કરોડ રૂપિયાના રેવેન્યુનું નુકસાન થશે. સરકાર આ સુનિશ્ચિત કરવા માંગે છે કે જીએસટી દરોમાં ઘટાડાનો લાભ લોકો સુધી પહોંચી શકે, તેમને ઓછી કિંમતમાં ઘર મળે અને ઘરોની કિંમતોમાં પણ ઘટાડો થાય.
સૂત્રો મુબજ સીમેન્ટ પર જીએસટી દરોમાં ઘટાડો કરવા અને જીઓએમની રિપોર્ટ પર ચર્ચા કરવા જીએસટી કાઉન્સિલની 20મી ફેબ્રુઆરી થનારી બેઠકના એજન્ડામાં સામેલ છે. જોકે આ બેઠક પહેલા જીઓએમની એક બેઠક થશે જેમાં સસ્તા આવાસને ફરીથી વ્યાખ્યાયિત કરવામાં આવશે. જેથી વધુમાં વધુ ગરીબ લોકોને આ સુવિધાનો લાભ મળી શકે.
અમારો આ Gujarati Article વાંચવા બદલ આપનો ખુબ ખુબ આભાર
આવાજ રસપ્રદ આર્ટિકલ વાંચવા અહીં ક્લીક કરો<< ગુજરાતી માહિતી >>
GST કાઉન્સિલની બેઠક 20મી ફ્રેબુઆરીએ, આ સેક્ટર્સને મળી શકે છે મોટી રાહત
Reviewed by ગુજરાતી માહિતી
on
February 15, 2019
Rating:
Reviewed by ગુજરાતી માહિતી
on
February 15, 2019
Rating:

No comments: