વરિયાળીનું સેવન કરવાથી દૂર થઇ જશે આ બીમારીઓ
તો આવો જોઇએ વરિયાળીના ફાયદા વિશે...
કબજિયાતની સમસ્યા કરો દૂર
વરિયાળીનું નિયમિત સેવન કરવાથી પેટ અને કબજિયાતની સમસ્યાને દૂર કરે છે. એટલા માટે વરિયાળીને સાકરના સાથે ક્રશ કરી ચૂર્ણ બનાવી લો અને 5 ગ્રામ ચૂર્ણને સુતા સમયે હળવા ગરમ પાણીના સાથે સેવન કરો. જેથી પેટની સમસ્યાથી છુટકારો મળે છે.
આંખો માટે લાભદાયી
વરિયાળી ખાવાથી આંખોની રોશની તેજ રહે છે. દરરોજ ભોજન બાદ 1 ચમચી વરિયાળી ખાઓ. વરિયાળીનું ચૂર્ણ તમે પાણીના સાથે પણ લઇ શકો છો.
ઉધરસને કરો દૂર
10 ગ્રામ વરિયાળીને મધમાં ઉમેરી 2-3 વાર સેવન કરવાથી ઉધરસ દૂર થાય છે. તેમજ 1 ચમચી વરિયાળી અને 2 ચમચી અજમોને અડધા લીટર પાણીમાં ઉકાળી લો અને પછી તેમાં 2 ચમચી મધ મિક્સ કરી છાણી લો. આ ઉકાળાની 3 ચમચીને 1-1 કલાકના અંતર પર પીવાથી ઉધરસ ફટાફટ દૂર થાય છે.
બાળકોની મુશ્કેલી થશે દૂર
નાના માસુમ હંમેશા પાચન સમસ્યાથી પરેશાન રહે છે. બાળકોનો પેટ સંબંધિત રોગ દૂર કરવા માટે 2 ચમચી વરિયાળીના ચૂર્ણને 2 કપ પાણીમાં બરાબર ઉકાળો. જે બાદ તેને છાણી લો. એક-એક ચમચી દિવસમાં 2 થી 3 વાર પીવળાવાથી પેટની પીડા દૂર થાય છે.
યાદ શક્તિ વધારો
મોટાભાગના લોકોને યાદ શક્તિ ધીમી હોય છે. ત્યારે યાદ શક્તિ વધારવા માટે વરિયાળીનું સેવન કરી શકો છો. એટલા માટે વરિયાળી અને સાકરને સરખા પ્રમાણમાં ઉમેરી ચૂર્ણ બનાવો. ભોજન બાદ આ મિશ્રણની 2 ચમચી સવાર- સાંજ સેવન કરવાથી યાદ શકિત તેજ રહેશે.
અમારો આ Gujarati Article વાંચવા બદલ આપનો ખુબ ખુબ આભાર
આવાજ રસપ્રદ આર્ટિકલ વાંચવા અહીં ક્લીક કરો<< ગુજરાતી માહિતી >>
વરિયાળીનું સેવન કરવાથી દૂર થઇ જશે આ બીમારીઓ
Reviewed by ગુજરાતી માહિતી
on
February 15, 2019
Rating:
Reviewed by ગુજરાતી માહિતી
on
February 15, 2019
Rating:

No comments: