કરો દર્શન અહિં, દુનિયાના સૌથી મોટાં પ્રાકૃતિક શિવલિંગના


              જો તમે માનતા હોય કે આ સ્થાન અમરનાથ છે તો તમારું માનવું ભૂલ ભરેલું છે. આ સ્થાન પર સામાન્ય રીતે શિવરાત્રિ પર દુનિયાનું સૌથી મોટું શિવલિંગ જોવા મળે છે. કહેવાય છે કે આ શિવલિંગના દર્શન માત્રથી જ તમામ મનોકામના પૂર્ણ થઈ જાય છે.

              જો તમે આ સ્થળે જવા ઈચ્છતા હોય તો અમે તમને જણાવીશું કેવી રીતે ત્યાં પહોંચવું. આ સ્થાન ઉત્તરાખંડમાં મનાલી પાસે આવેલા સોલંગનાલામાં આવેલું છે. અહિં અંજની મહાદેવ નામનું મંદિર છે જ્યાં શિયાળામાં પ્રાકૃતિક રીતે શિવલિંગ બને છે. તાપમાનનો પારો ગગડીને માઈનસમાં જવાનું શરૂ કરે કે શિવલિંગ બનવું શરૂ થઈ જાય છે. ફેબ્રુઆરી સુધીમાં તેની ઉંચાઈ 35 ફૂટથી પણ વધું થઈ જાય છે.

              હાલમાં આ શિવલિંગ 15 ફૂટ ઉંચું થઈ ગયું છે. શિવરાત્રિ આવતા સુધીમાં આ શિવલિંગ હજું 20થી 35 ફૂટ સુધી ઉંચું જશે. અંજની મહાદેવથી પડતું ઝરણું બરફ બનીને શિલિંગનું રૂપ ધારણ કરી લે છે. આ જોવા માટે દેશ વિદેશથી સહેલાણીઓ આવે છે. મનાલીથી આશરે 25 કિમી દૂર સોલંગનાલાની પાસે અંજની મહાદેવમાં આ શિવલિંગ સાડા અગિયાર હજાર ફૂટની ઉંચાઈએ પ્રાકૃતિક રૂપે આવેલું છે.

              આ શિવલિંગ અમરનાથમાં બનતા બાબા બર્ફાની પણ વધું ઉંચું બને છે. એવી માન્યતા છે કે આ સ્થાન પર ત્રેતા યુગમાં માતા અંજનીને પુત્ર પ્રાપ્તિ અને મુક્તિ મેળવવા માટે અહિં તપસ્યા કરી હતી. તેમને સાક્ષાત શિવે દર્શન આાપ્યા હતા. ત્યારથી અહિં પ્રાકૃતિક રીતે બરફનું શિવલિંગ બને છે.


              ખાસ વાત એ છે કે અહિં લોકો ઉઘાડા પગે બરફની વચ્ચે વસેલા અંજની મહાદેવના દર્શનક કરવા આવે છે. શ્રદ્ધાળુઓને આ બરફ સહેજ પણ નુકસાન પહોંચતો નથી. આશરે દોઢસો મીટર સુધી બરફમાં ઉઘાડા પગે ચાલીને શ્રદ્ધાળુઓ આ શિવલિંગના દર્શન કરવા આવે છે. આ એક દૈવીય ચમત્કાર જ છે કે બરફમાં ઉઘાડા પગે ચાલીને જવા છતાં શ્રદ્ધાળુઓને કોઈ નુકસાન થતું નથી.


કેવી રીતે પહોંચવું અંજની મહાદેવ 

              શિવલિંગ સુધી પહોંચવા માટે બસ અને ટેક્સીથી મનાલી પહોંચી શકાય છે. મનાલીથી સોલંગનાલા સુધીનો 15 કિમીનો રસ્તો ટેક્સીથી કાપવાનો રહે છે. ત્યાં સોલંગનાલાથી અંજની મહાદેવ પાંચ કિલોમીટર પગપાળા કે ઘોડાં પર જવું પડે છે. ત્યાંથી દોઢસો મીટર પગપાળા જતાં આ ભવ્ય સ્થાનની ઝાંખી કરી શકાય છે.



                   અમારો આ Gujarati Article વાંચવા બદલ આપનો ખુબ ખુબ આભાર
                   આવાજ રસપ્રદ આર્ટિકલ વાંચવા અહીં ક્લીક કરો<< ગુજરાતી માહિતી >>
કરો દર્શન અહિં, દુનિયાના સૌથી મોટાં પ્રાકૃતિક શિવલિંગના કરો દર્શન અહિં, દુનિયાના સૌથી મોટાં પ્રાકૃતિક શિવલિંગના Reviewed by ગુજરાતી માહિતી on February 26, 2019 Rating: 5

No comments:

Powered by Blogger.