ભારતે પાકને બદલાનું ગણિત શીખવ્યુું, 12 દિવસમાં 12 વિમાનો દ્વારા 300 આતંકીને ઉપર પહોંચાડી દીધા


               આજે પુલવામા આતંકવાદી હુમલામાં 12 દિવસો થયા છે અને આજે પાકિસ્તાનની ડરપોક હરકતને અંજામ આપવા માટે ભારતનાં 12 લડાયક વિમાનોએ પાકિસ્તાનને વળતી પ્રતિક્રિયા આપી છે. આજ સવારે ભારતીય હવાઇ દળે એલઓસીને પાર કરી અને આતંકવાદી કેમ્પને ઉડાવી દીધો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ એવું કહેવામાં આવ્યું છે કે એરફોર્સ એરક્રાફ્ટ આતંકવાદી કેમ્પ પર 1,000 કિલોગ્રામ બોમ્બ ફેંક્યા હતા. જેમાં આતંકવાદી કેમ્પ સંપૂર્ણપણે તોડી પાડવામાં આવ્યા હતા.


             પુલવામા હુમલા બાદ ભારતે આતંકવાદીઓ સામે પાકિસ્તાનમાં છૂપાયેલા આતંકવાદીઓ સામે મોટી કાર્યવાહી કરી છે. ભારતીય હવાઇ દળના સૂત્રોએ જણાવ્યું હતું કે એરક્રાફ્ટ્સે ગઇકાલે લાઈન કંટ્રોલમાં આતંકવાદી કેમ્પ પર આશરે 1,000 કિલોગ્રામ બોમ્બ ફેંક્યા હતા.

             તેમણે એમ પણ કહ્યું કે આ હુમલામાં 200-300 આતંકવાદીઓ અને પાકિસ્તાની સેનાના પાંચ સૈનિકો મૃત્યુ પામ્યા હતા. આ હુમલા બાદ, ભારત-પાક સરહદ પર તણાવ વધવાની સંભાવના છે, જે સરહદ પર પોસ્ટ કરવામાં આવેલી તમામ સુરક્ષા દળોને ચેતવણી આપી છે.


પુલવામાં થયેલા આંતકી હુમલાનો બદલો લેવા માટે ભારતીય વાયુસેનાએ સવારમાં 3.30 વાગ્યે કાર્યવાહી કરી જડબા તોડ જવાબ આપ્યો છે. ભારતીય એરફોર્સે ઘણા મોટા વિમાનો સાથે એલઓસી પાર કરીને પાકિસ્તાન ઓક્યુપાઈ કાશ્મીરમાં કાર્યવાહી કરી હતી. વાયુસેનાએ આ કાર્યવાહીમાં જૈશ-એ-મોહમ્મદના ઠેકાણાઓને તબાહ કર્યા છે. સુત્રોની માનવામાં આવે તો પીઓકેમાં બાલાકોટ, ચકૌતી અને મુઝફ્ફરાબાદના આતંકી લોન્ચ પેડને તબાહ કર્યા હતા. અહીં ત્રણે જગ્યાએ જૈશ-એ-મોહમ્મદના અલ્ફા-3 ઠેકાણા હતા જે તબાહ કરી નાખ્યા.

                   અમારો આ Gujarati Article વાંચવા બદલ આપનો ખુબ ખુબ આભાર
                   આવાજ રસપ્રદ આર્ટિકલ વાંચવા અહીં ક્લીક કરો<< ગુજરાતી માહિતી >>
ભારતે પાકને બદલાનું ગણિત શીખવ્યુું, 12 દિવસમાં 12 વિમાનો દ્વારા 300 આતંકીને ઉપર પહોંચાડી દીધા ભારતે પાકને બદલાનું ગણિત શીખવ્યુું, 12 દિવસમાં 12 વિમાનો દ્વારા 300 આતંકીને ઉપર પહોંચાડી દીધા Reviewed by ગુજરાતી માહિતી on February 26, 2019 Rating: 5

No comments:

Powered by Blogger.