ચા નો સ્વાદ વધારે છે આદુ, પરંતુ થઈ શકે છે આ પરેશાનીઓ
શિયાળામાં ઠંડીથી બચવા માટે આદુની ચા બનાવીને પીવે છે. આદુની ચાનું સેવન આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. પરંતુ તમે દરરોજ એનું સેવન કરો છો તો તમારા સ્વાસ્થ્ય માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે.
બળતરા
આદુની ચાનું વધારે સેવન કરવાની તમારી પાચનક્રિયા ખરાબ થઇ શકે છે. એના પરિણામ સ્વરૂપ મોઢામાં બળતરા,ડાયરિયાની ફરિયાદ થાય છે. વાસ્તવમાં એનાથી એસિડનું નિર્માણ થાય છે. જેનાથી એસીડીટી થાય છે.
લોહી પાતળુ
લોહી પાતળુ કરનારી કોઈ પણ દવા સાથે આદુનું સેવન કરવું જોઈએ નહિ. એમાં આઈબ્રુફિન અને એસ્પ્રિન જેબી દવાઓ સામેલ છે. આદુની જડ બ્લડ પ્લેટલેટ્સ ની સાથે વધારે કરે છે, જેના ફળસ્વરૂપ હિમોગ્લોબિન જામવા લાગે છે.
ઊંઘની સમસ્યા
આદુની ચા નું વધારે સેવન કરવાથી બેચેની અને ઊંઘ ના આવવાની સમસ્યા થઈ શકે છે. સૂતા પહેલા આદુની ચા પીવાથી છાતીમાં બળતરા શરૂ થઇ જાય છે.
બેભાન
સર્જરી પેહલા આદુની ચા પીવી સારી માનવામાં આવતી નથી કારણકે આદુ બેભાન માટે આપવામાં આવતી દવા સાથે પ્રતિક્રિયા કરે છે. કેટલાક ડોક્ટર સર્જરીથી ઓછામાં ઓછા એક સપ્તાહ પેહલા આદુની ચાનું સેવન બંધ કરવાની સલાહ આપે છે.
ગોલસ્ટોન
પિત્તની પથરીના દર્દી ડોક્ટરની સલાહથી જ આદુનું સેવન કરી શકો છો કારણ કે એનાથી સાઈડ ઇફેક્ટ થવાનું જોખમ વધી જાય છે. પિત્તની પથરીના દર્દી માં પિત્તનું નિર્માણ ખુબ દુઃખદાયક હોઈ શકે છે.
અમારો આ Gujarati Article વાંચવા બદલ આપનો ખુબ ખુબ આભાર
ચા નો સ્વાદ વધારે છે આદુ, પરંતુ થઈ શકે છે આ પરેશાનીઓ
Reviewed by ગુજરાતી માહિતી
on
January 31, 2019
Rating:
Reviewed by ગુજરાતી માહિતી
on
January 31, 2019
Rating:


No comments: