ઘણી બીમારીઓથી બચાવે છે દેસી ઘી, તેનું સેવન કરવાથી થાય છે આ 8 ફાયદા
હૃદયની બીમારોઓ થશે દૂર
ગાયનું દેશી ઘી હૃદયની બીમારીઓથી બચાવે છે. દરરોજ દેશી ઘીનું સેવન કરવાથી લોહી અને આંતરડાંમાં સામેલ ખરાબ કોલેસ્ટ્રોલ ઓછું કરે છે. દેશી ઘી શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલના લેવલને ઓછું કરે છે અને સારું કોલેસ્ટ્રો વધારે છે. દેશી ઘીમાં કેલ્શિયમ, ફોસ્ફોરસ, મિનરલ અને પોટેશિયમ જેવા ઘણા પોષક તત્વ હોય છે. કોલેસ્ટ્રોલના કંટ્રોલમાં રહેવાના કારણથી હૃદય યોગ્ય રીતે કામ કરે છે અને હૃદય સાથે જોડાયેલી ઘણાં પ્રકારની બીમારીઓ ઓછી થાય છે.
રક્ત પરિભ્રમણ
દેશી ઘીમાં વિટામિન K-2 પણ સામેલ રહે છે. આ વિટામિન બ્લડ સેલમાં કેલ્શિયમને હટાવવાનું કામ કરે છે, જેથી રક્ત પરિભ્રમણ સારુ રહે છે.
ચરબી ઓછી કરે છે
દેશી ઘી પેટમાં એસિડના પ્રવાહ વધારે છે, જેથી પાચન ક્રિયા સારુ રહે છે. દેશી ઘી શરીરમાં જમા ચરબીને વિટામીનમાં બદલાવાનું કામ પણ કરે છે.
હાડકાંને બનાવે છે મજબૂત
દેશી ઘી હાડકાંને જરુરી કેલ્શિયમ પણ આપે છે અને તેને મજબૂત બનાવે છે.
સ્કિન
દેશી ઘીને સ્કિન માટે પણ ખુબ સારું માનવામાં આવે છે. તેમાં સામેલ એન્ટીઓક્સીડેન્ટ સ્કિનને મુલાયમ અને કોમળ બનાવે છે.
મઠની પીડા કરે દૂર
તમે પણ ગાયનું દેશી ઘી ખાઓ છો તો તમારા સ્વાસ્થ્ય માટે અત્યંત લાભદાયી રહેશે. ગાયના દેશી ઘીના 2થઇ3 બુંદ નાકમાં નાખવાથી માથું દર્દ ઓછું થાય છે.
નબળાઈ
દરરોજ દૂધમાં એક ચમચી દેશી ઘી ઉમેરીને પીવાથી નબળાઈ દૂર થાય છે.
ગર્ભવતી મહિલા
ગર્ભવતી મહિલાએ દેશી ઘી ખાવાથી ગર્ભમાં રહેલા શિશુનું શરીર મજબૂત બનાવની સાથે મગજ પણ તેજ બને છે.
નેશનલ ડેયરી રિસર્ચ ઈસ્ટીટ્યૂટ (NDRI)ના રિપોર્ટમાં ભારતીય વૈજ્ઞાનિકોએ દાવો કર્યો કે દેશી ઘીથી કેન્સરનો ખતરો ઓછો થાય છે.
અમારો આ Gujarati Article વાંચવા બદલ આપનો ખુબ ખુબ આભાર
આવાજ રસપ્રદ આર્ટિકલ વાંચવા અહીં ક્લીક કરો<< ગુજરાતી માહિતી >>
ઘણી બીમારીઓથી બચાવે છે દેસી ઘી, તેનું સેવન કરવાથી થાય છે આ 8 ફાયદા
Reviewed by ગુજરાતી માહિતી
on
February 13, 2019
Rating:
Reviewed by ગુજરાતી માહિતી
on
February 13, 2019
Rating:

No comments: